નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને ખેડૂતોના લાભાર્થે બ્લોગિંગ કમ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ “નૌસાગર (NAUSAGAR)” “nausagar.nau.in” નું વિમોચન કરવામાં આવ્યું.
blogging, social networking, blog, Navsari Agricultural University, Farmer, Education, Research, Extensions Education, Information Technology
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૩/૧૦/૨૦૨૨ ના રોજ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો. ઝેડ પી. પટેલ સાહેબ ના કુલપતિ તરીકેના કાર્યકાળના ૨ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાછલા ૨ (બે) વર્ષ દરમ્યાન થયેલ કાર્યો ની સમીક્ષા કરી માનનીય કુલપતિશ્રી દ્વારા આવનાર વર્ષો માં વધુ સારી રીતે કામ કરવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સિટીના પદાધિકારીશ્રીઓને પ્રેરણા આપી. આ કાર્યક્રમ દરમ્યાન માનનીય કુલપતિશ્રી ના વિચારો થી પ્રેરિત થઇ નવસારી કૃષિ યુનિવર્સિટીના આઈ.ટી. ડીપાર્ટમેન્ટના વડા શ્રી ચિરાગ નાયક તથા એમની આઈ.ટી. ટીમ દ્વારા ઈનહાઉસ તૈયાર કરવામાં આવેલ “નૌસાગર (NAUSAGAR)” બ્લોગિંગ કમ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ “nausagar.nau.in” નું વિમોચન માનનીય કુલપતિ શ્રી ડો. ઝેડ પી. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ઐતિહાસિક દાંડી સાગર થી પ્રેરિત "નૌસાગર" પ્લેટફોર્મ કૃષિ વિષે તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નોના નિરાકરણ માટે એક સાગર નું કામ કરશે. જેનો લાભ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને કૃષિ સંશોધનની પ્રવૃત્તિ સાથે સકળાયેલા વર્ગો ઉઠાવી શકશે.
"નૌસાગર" પ્લેટફોર્મ થકી નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અને વિદ્યાર્થીઓ કૃષિ વિષયક વિવિધ પ્રકાર ની માહિતીઓ અપલોડ કરી તેમનો અમૂલ્ય ફાળો આપશે. મલ્ટી લેવલ એપ્રુવલ, એસ.એમ.એસ.,OTP, વીપીએન અને બીજી વિવિધ પ્રકાર ની સુરક્ષાઓ થી સજ્જ આ પ્લેટફોર્મ નો વધુ માં વધુ ઉપયોગ થાય અને લોકો સુધી પહોંચે એવી પ્રેરણા માનનીય કુલપતિશ્રી દ્વારા આપવામાં આવી. ભવિષ્ય માં કૃષિ યુનિવર્સિટી ને ખેડૂત ની વધુ નજીક લઇ જવા માટે "નૌસાગર" પ્લેટફોર્મ ઉપર અન્ય સોશ્યિલ મીડિયા ની સુવિધાઓ જેમ કે ચેટિંગ, તજજ્ઞો ના લાઈવ વેબિનાર, વિડિઓ માહિતીઓ જેવી અન્ય સુવિધાઓ પણ ટૂંક સમય માં ચાલુ કરવામાં આવશે એવું આઈ.ટી. ડીપાર્ટમેન્ટના વડાશ્રી ચિરાગ નાયક દ્વારા જણાવવામાં આવ્યું.