નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવો’ સદભાવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવો’ સદભાવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
માનનીય કુલપતિશ્રી ડૉ. આર. એમ. નાયકની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં "જનસેવા સે દેશસેવા"ના મૂળમંત્ર સાથે સેવા, સમર્પણ અને સંકલ્પની પવિત્ર ભાવનાને ઉજાગર કરતા આશીર્વાદનો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સમાજ અને રાષ્ટ્રસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
આ ગૌરવવંત સમારંભમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ, કર્મયોગીઓ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો મળી ૧૫૦૦ થી વધુ વ્યક્તિઓએ સહભાગી થઈ રાષ્ટ્ર નિર્માણ અને દેશ સેવાના પવિત્ર સંકલ્પ લીધા હતા.