દક્ષિણ ગુજરાતનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તાંત્રિક સ્ટાફ માટે કાર્યશાળા

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય " Technological Brainstorming Workshop for Technical Staff of KVKs " ઉપર તાલીમ કાર્યશાળાનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું. કાર્યશાળાનું ઉદઘાટન તારીખ.૦૬/૦૪/૨૦૨૩ના રોજ શ્રી ડો. ઝીણાભાઈ પી. પટેલ, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

દક્ષિણ ગુજરાતનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તાંત્રિક સ્ટાફ માટે કાર્યશાળા
દક્ષિણ ગુજરાતનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તાંત્રિક સ્ટાફ માટે કાર્યશાળા
દક્ષિણ ગુજરાતનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તાંત્રિક સ્ટાફ માટે કાર્યશાળા

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય " Technological Brainstorming Workshop for Technical Staff of KVKs " પર તાલીમ કાર્યશાળાનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું. કાર્યશાળાનું ઉદઘાટન તારીખ.૦૬/૦૪/૨૦૨૩ના રોજ શ્રી ડો. ઝીણાભાઈ પી. પટેલ, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ડો. આર બી પટેલ માજી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી અને ડો. સી એલ પટેલ માજી ડીન અને નિવૃત વૈજ્ઞાનિક શ્રી શેરડી સંશોધન  કેન્દ્ર ન. કૃ. યુ. નવસારી  અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંચ ઉપર વિશેષ મેહમાન તરીકે ડો. લલીત મહાત્મા , સહ સંશોધન નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારી અને ડો.એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં માન. કુલપતિશ્રીએ ખેડૂતો સુધી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા મુખ્ય પાંચ સંશોધન અને ટેક્નોલોજી ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયત્નો વધારવા ઉપર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ માં પધારેલ અતિથિ વિશેષશ્રીઑ અને વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા શેરડી, ડાંગર,કઠોળ અને  હલકા ધાન્ય પાકોની નવીન જાતો, સેટેલાઈટ વિલેજ તેમજ  ખેડૂત સુધી પહોંચતા ખેતી સંદેશોમાં રહી જવા પામતી ક્ષતિઓ અને નિવારણ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમ્યાન સાત જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા કરવામાં આવેલ નાવીન્યપૂર્ણ વિસ્તરણ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ૫૦જેટલા તાંત્રિક સ્ટાફએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ નું સંચાલન ડો.કિંજલ શાહ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ની કચેરીના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.